રવિવાર, 3 મે, 2009

ગઝલ જાણે



ગઝલ જાણે
શબ્દ દાહ બની કલમ માં ઊતરી ગઝલ જાણે


કલમ માંથી કાગળ માં ઊતરી ગઝલ જાણે




સ્વપ્ન નગરી માંથી સુંદરી ઊતરી ગઝલ જાણે


આસમાન માંથી અપ્સરા ઊતરી ગઝલ જાણે


શિખરમાંથી ઝરણાંની સેર ઊતરી ગઝલ જાણે


હ્ય્દયમાંથી ભીની લાગણી ઊતરી ગઝલ જાણે


ચકેાર સાથે રમવા ચાંદની ઊતરી ગઝલ જાણે


સિતારા સાથે રમવા વાદળી ઊતરી ગઝલ જાણે


અવનિ પર ઝરમર વર્ષા ઊતરી ગઝલ જાણે


પ્હેાં ફાટતાં પૂર્વમાંથી ઉષા ઊતરી ગઝલ જાણે


માથા પરથી સરકી એાઢણી ઊતરી ગઝલ જાણે


ગેારંભાયેલાં આભમાંથી વીજળી ઊતરી ગઝલ જાણે


પ્રવિણ કે.શ્રીમાળી

રવિવાર, 5 એપ્રિલ, 2009





ચોથો વાંદરો

હવે એક ચોથો વાંદરો ઉમેરાયો છે
- તે ખ્રું ખોટું એક કાને થી સાંભળે ને બીજા કાને થી કાઢે છે
- તે ખ્રું ખોટું આંખો ફાડીને જુએ છે, તે બસ આંખો ફાડી ને જોતો જ રહે છે
ખરું ખોટુંું બોલવાનો તેનો વારો કદી આવતો જ નથી

- હા કદીક પાંચ વર્ષે એકદ વાર ચૂંટણીના ઢંઢેરાઓમાં,
કોક નાં નામના નારાઓ લગાવે છે...
... અને ચોકડી મારવાના ટાણે તેનું મોં,
- થોડા રુંપિયાની થોકડીઓ થી...
- દેશી દારુની થેલીએ...
- ભજીયાનાં પડીકે...
બંધ કરી દેવામાં આવે છે

ચોથા વાંંદરા ને જોઈ, પેલાં ત્રણ 'પશુ' વાંદરાંઓ હશે છે

એક વાત કાનમાં કહું, કોઈ ને કહેતાં નહી !!

- આ ચોથો વાંદરો તે... 'પ્રજા'!!!

- પ્રવિણ કે.ષ્રીમાળી

મંગળવાર, 31 માર્ચ, 2009

સ્વાર્થ



સ્વાર્થ


સ્વાર્થ નો કીડો મનમાં સળવળે છે જયારે
ત્યારે ઘરમાં શું, આ દુનિયા આખીમાં 'મહાભારત' ખેલાય છે

લોહી ના એક-એક બુંદે સર્જીએ માળો જયારે,
ને પછી પાંખો આવે ને માળો પીખાય છે

ફાટીયાં પાડવાની સ્વાર્થવૃતિ હદ પાર કરે છે જયારે
ત્યારે હજારો નિદોષો ગોળીએ વીંધાય છે

અહીં તો રોજ સ્વાર્થ ની હાટડીઓ મંડાય છે
જયારે 'પ્રવિણ' વિવ્વાસ કોઈક નો હણાય છે

કુદરત ની રચના માં નથી કંઈ ખૉટ
પણ 'પ્રવિણ' જયારે સ્વાર્થ ભળે, ત્યારે દુનિયા બદલાય છે

- પ્રવિણ કે.શ્રીમાળી

શુક્રવાર, 13 માર્ચ, 2009

ચાલ આપણે એકડો ઘૂંટીઍ





ચાલ આપણે એકડો ઘૂંટીઍ




ચાલ આપણે એકડો ઘૂંટીઍ


આજે જિંદગી ના ભાવિ ને ઘૂંટીએ




રગદોળાયા છીએ જે ધૂળમાં


આજે તે માટી ની મહેંક ને ઘૂંટીએ




આંબલી-પીપળી રમતાં'તા સીમમાં


તે આંબલી ના ખટ્ટામીઠાં રસને ઘૂંટીએ




આગળ છે ઘણાં ચઢાવ ઉતાર


ભણતર - ગણતર સાથે અનુભવ ને ઘૂંટીએ




ચાલ આપણે એકડો ઘૂંટીઍ


આજે જિંદગી ના ભાવિ ને ઘૂંટીએ




- પ્રવિણ કે.શ્રીમાળી

બુધવાર, 4 માર્ચ, 2009

યુવા







યુવા




પ્રસરાવી છે મેં પાંખો ને,
ઉડાન ભરી છે મોટી
થયો અહેસાસ 'યુવા' હોવાનો,
લાગણી થી છે મોટી

લાગે છે જાણે,
'સારાં જહાં અબ મેરા'
વિશાળ આકાશ જેવી,
હવે તમન્ના થઈ છે મોટી




અશ્કય ને બનાવવું છે શકય હવે,
હર મોડ પર એક મુશ્કેલીને જીતવી છે મોટી




દરિયાઈ લહેરોને જીતવી છે ચટાન બની,
પડકારોને અમે પડકારીશું, હવે તાકાત છે મોટી

હોય દ્રઢ સંકલ્પ ને દ્રઢ મનોબળ,
'પ્રવિણ' લાગે એમ કે આપણે દુનિયા જીતી છે મોટી

- પ્રવિણ કે.શ્રીમાળી






સોમવાર, 16 ફેબ્રુઆરી, 2009

જરીક - જરીક (ગઝલ)







જરીક-જરીક - એક ગઝલ

બંધ મુઠીમાંથી રેત સમયની સરકતી જરીક-જરીક
દિલમાં એકાંત કિનારે ભરતી સરકતી જરીક-જરીક

એના ઘરનાં બારસાખે કંકુવર્ણા થાપા જોતો
પાંખો ફફડાવતી સ્મૃતિ સરવળતી જરીક-જરીક

તળાવની પાળે, ખેતરને શેઢે સારસ બેલડી ને જોતો
તે મારી 'ચાહત' ને થઈ'તી સમજતી જરીક-જરીક

ત્યાં તો ઢોલ ધ્રબુકયાં ને રેલાયા શરણાઈનાં સુર
મેં સાંભળીતી માર જ દિલની ચીસ તરડાતી જરીક-જરીક

વચ્ચે તે મળતાં પૂછયું'તું, 'હું હજી યાદ છું તને?'
મોં ચઢાવી ને દબાતે સાદે કહેતી જરીક-જરીક

પુંઠ ફેરવી ને તે ઉતાવળી ચાલતી થઈ'તી
પણ મેં જોઈ'તી તેની આંખોને ભીની થતી જરીક-જરીક

- પ્રવિણ કે.શ્રીમાળી

રવિવાર, 8 ફેબ્રુઆરી, 2009

ભુલાયેલ પ્રિયતમાને દ્રારે







ભુલાયેલ પ્રિયતમાને દ્રારે

સાવ અમથો એ પણ વિવેક કર
મેં લંબાવ્યો છે હાથ, ગ્રહણ કર

ભુલથી આવી ચઠયાં છીએ તારે ઊંબરે
જુની ઓળખણની જરા શરમ કર

તરસ્યાં છીએ અમે ભવોભવ ની પ્રીતના
નેહભરી આંખોને આમ કોરી ન કર

દિલના રણ માં લૂ વાય છે દર્દની
દઝડતા વેણથી કારમાં ઘા ન કર

- પ્રવિણ કે.શ્રીમાળી