શુક્રવાર, 29 મે, 2009

મરી પરવારી

મરી પરવારી


ખુરશી ની ખેંચતાણી ને સત્તાની સાંઠમારી છે

હડીયો કાઢતી મોંઘવારી ની હાડમારી છે

આંતક ને આતમ નો આલમ છે

બંદુક ની ગોળીએ વીંદ્યાતી ચીસોની ચિત્કારી છે

લાશો ના ઢગ ખડકી દેવાય છે, દેશનો ટુકડો લેવા

સુલેહથી સુલઝાવાની નાપાકની કયાં સમજદારી છે

નૌકરી ની શોદ્યમાં ભટકે છે દરબદર બેકારો

શનિ ની બેઠી પનોતીની સાડાબારી છે

ટેબલે - ટેબલે છે લાગવગશાહી

લાંચિયાઓની તાનાશાહી ની અમલદારી છે

કમર તોડતાં નિત્ય નવા વેરા ન કરવેરા

અમલદારો ને રાજકારણઓની દિવાળી પરભારી છે

ભૂખમરો ને દારુણ ગરીબીની દબાતી ચીસ

પણ બહેરાકાન ને જાડી ચામડીની અલગારી છે

દ્યૂણતી અંદ્યશ્રદ્વા ને વસ્તીનો વિસ્ફોટ

ભભૂકી ઊઠે તેવી સમસ્યઓની ચિનગારી છે

હાથ પર હાથ રાખી ઠાલા વચનો નો બેઠો બાદશાહ

તેને કટકી ને કૌભાંડોથી ભરી દીદ્યી આલમારી છે

‘પ્રવિણ’ ટેવાઈ ગયા જીવવાનું ઉછીના શ્વાસ લઈને

તેથી જ ખમીર ને ખુમારી લોકો માં મરી પરવારી છે

- પ્રવિણ કે.શ્રીમાળી

ગુરુવાર, 21 મે, 2009

સ્માઈલ.કોમ -2

કામના ભારે ત્રાસ થી કંટાળેલા આળસુ મગને જિંદગીની સ્વિચ ઓફ કરી દેવાનેા સંકલ્પ કર્યેા. આત્મહત્યા અર્થે તેને નર્મદા ના પુલ ની રેલિંગ ઉપર ચડી ગયેા અને જયાં નદીમાં ઝંપલાવવા નીચે નજર માંડી તેા મગનને ભારે કૌતક દેખાયું એક ઠૂંઠો માણસ નદી કાંઠે ગોળ ગોળ ફરતો હતો. મગને વિચાર્યુ ’ જિંદગી સાવ ફેંકી દેવા જેવી નથી’ અને હળવેકથી રેંલિગ ઉપરથી ઉતરી ગયો. પછી ઠૂંઠા માણસ પાસે જઈને તેનો આભાર માનતા બોલ્યો, હું તો પુલ પરથી ભૂસકો મારીને જિંદગી ટૂંકાવવાનો જ હતો પણ તમને ઠૂંઠા હેાવા છતાં ડાન્સ કરતાં જોઈને મેં વિચાર બદલી નાંખ્યો’ ડાન્સ ?
હું ડાન્સ નહોતો કરતો ઠૂંઠો માણસ બોલ્યો, "નાલાયક ખંજવાળ આવે છે અને ખંજવાળી શકતો નથી."

☺☻☺☻☺

મદ્ય દરિયે કેપ્ટન મગનના વેપારી જહાજને ચાંચિયા ના જહાજે ઘેરેા નાંખ્યો મગન છાતી કાઢીને મેદાનમાં ઉતરી પડયો. તેના નૌકર પાસે લાલ ટી શર્ટ મંગાવ્યું. કેપ્ટને તે પહેરીને ચાંચિયાઓની બરાબરની દ્યોલાઈ કરી દીદ્યી.
બીજા દિવસે કેપ્ટન મગનના વહાણને ચાંચિયઓ ઘેરી લીદ્યું. મગને નૌકર પાસે લાલ ટી શર્ટ માંગ્યું અને તે પહેરીને બદ્યા ચાંચિયાઓની દ્યેાલાઈ કરી દીદ્યી.લડાઈ પત્યા પછી નૌકરે પૂંછયું કેપ્ટન તમે હમેંશાં લાલ ટી શર્ટ પહેરીને જ કેમ લડાઈ કરો છે? કેપ્ટને જવાબ આપ્યો કારણ કે હું ઘાયલ થયો હોઈ છતાં દુશ્મનોને લોહી દેખાતું નથી તેથી તેઓનો ઉત્સાહ તૂટી જાય છે. પછીના દિવસે ચાંચિયઓ નાં છ વહાણે મગનના વહાણને ઘેરો ઘા્લ્યો. નૌકર તાત્કાલિક લાલ ટી શર્ટ લઈને હાજર થયો, "એને ખાડા માં નાખ કેપ્ટન બોલ્યો ’ ‘મને મારું ભૂખરું પેન્ટ આપ’


☺☻☺☻☺
એક મહાશય સંગીત જલ્સામાં ગાઈ રહ્યાં હતા, " તેરે પ્યારમેં સારા આલ્મબસ અહીં સુદ્યી સંભળાવતાં જ તેના દાંતનું ચોકઠું બહાર નીકળી જતું હતું. ચોકઠું ફરીથી ફિટ કરીને મહાશય ફરીથી ગાવાનું ચાલુ કરે. આવું ચાર પાંચ વખત થયું. એવામાં શ્રોતાઓમાંથી એક આવાજ આવ્યો, ‘અબે કેસેટ જ બદલતો રહીશ કે આગળ પણ સંભળાવીશ ? ‘


☺☻☺☻☺

મંગળવાર, 19 મે, 2009

મળી જાય


મળી જાય

સૂંકાં વન માં પણ કયાંક જેા લીલું તરણું મળી જાય
સૂનાં રણ માં પણ કયાંક જો મીઠું ઝરણું મળી જાય

મુંરઝાયેલું ફુલ તમારી રાહ જુએ છે હજી
કે કયાંક જો વસંત મળી જાય

કાન સરવાં કરીને બેઠો છું
કે કયાંક જો તમારી ઝાંઝરનેા રણકાર મળી જાય

મળીશું આપણે જરુર
કે કયાંક જો એવો અવસર મળીજાય

આંખો બિછાવીને બેઠયો છું તમારી રાહમાં
કે કયાંક જો તમારો અણસાર મળી જાય

પ્રવિણ કે.શ્રીમાળી

ગુરુવાર, 14 મે, 2009

સ્માઈલ.કોમ

એક કવિનાં લગ્ન ટેલિફેાન એાપરેટર સાથે થયા હતા. સુહાગરાતે કવિ મહાશયે રેામેંટિક સ્વભાવે કહ્યું ‘તું જ મારી જીવન સામ્રજ્ઞી ્રતું જ મારી શકિતા તું આખી જિંદગી મને ભરપુર પ્રેમ આપીશ નેૠ ક્ષમા કરજેા આ નંબર પર આ સુવિદ્યા ઉપલબ્દ્ય નથી. ટેલિફેાન એાપરેટર પતનીએ કહ્યું.

સ્માઈલ.કેામ

એક વિદ્યાથીર્ની એક સ્કુલમાં એડમિશન માટે અરજી કરી હતી. એડમિશન ઈન્ચાર્જે તેનું ફેાર્મ પાછું આપતાં કહ્યું સેારી મિસ તમને એડમિશન નહીં મળી શકે. અૈકય સીટ ખાલી નથી. સર બસ તમે મને એડમિશન આપી દેા સીટની વ્યવસ્થા હું જાતો કર લઈશ. મારા પપ્પા ને ફ્ર્નિચરની દુકાન છે.

સ્માઈલ.કેામ

પતિ પત્ત્ની વચ્ચે કેાઈ કારણસર જબરજસ્તા ઝઘડેા થયેા. પત્ત્નીએ ગુસ્સેા કરતાં કહ્યું મને ખબર નહેાતીકે તમે આટલાં મુર્ખ છેા. એ તેા ત્ત્યારે જ તને ખબર પડી જવી જેાઈતી હતી કે જયારે મ્ેં તારી સમક્ષ લગ્નનેા પ્રસ્તાવ મૂકયેા હતેા. પતિએ કટાક્ષમાં કહ્યું સ્માઈલ.કેામ
વકીલ ઃ ‘નવ જુલાઈની રતે આઠ વાગે તમે શું કરતા હતા ંૠ’સાક્ષી ઃ ‘મારી પત્ત્નીના હાથની બનાવેલી રસેાઈ જમી રહયેા હતેા’વકીલ ઃ ‘એ જ રાતે નવ વાગ્યે તમે શું હતાંં હતા ૠ’સાક્ષી ઃ ‘પેટ માં દુખાવાની બુમેા પાડતોા હતેા.ં
સ્માઈલ.કેામ
કલ્લુ કાલિયેા નર્યેા કાળેા આદમી. પહેલી વાર એણે કાળા રંગનેા સૂટ બનાવડાવી ને પહેંર્યેા અને દેાસ્ત પપ્પુને પૂછવા લાગ્યેા યાર કેવેા લાગ્યેા મારેા સૂટ ૠ પપ્પુ લાગે છે તેા મસ્ત પણ યાર ખબર નથી પડતી કે કયાં સૂટ પૂરેા થાય છે અને તું શરુ થાય છે
સ્માઈલ.કેામએક વ્યકિતને ડૂબતી બચાવવાના કાર્ય બદલ એક પાગલનેા સન્માન સમાંરંભ યેાજાયેા પુરસ્કાર અપાયા પછી તેને પુછાયું જેને તમે બચાવ્યેા એ વ્યકિત કયાં છે ૠ એ બેાલ્યેા પાણી માં પલળી ગયેા હતેા એટલે મેં એને નિચેાવીને સુકાવવા માટે ઝાડ પર લટકાવી દીદ્યોા છે.
સ્માઈલ.કેામ

રવિવાર, 10 મે, 2009

રોજગારી

રોજગારી






લેખકર્ પ્રવિણ કે.શ્રીમાળી
શહેરના મુખ્ય રેાડ પર દ્યમચકડી મચી ગઈ હતી.જયાં જૂએા ત્ત્યાં ખાખી વદીર્ વાળા નજરે પડતાં હતાં. ડંડા પછાડીર્ પછાડીને બદ્યા રેકડીવાળા લારીએાવાળા તથા ફૂટપાથ પર પાથરણાં પાથરીને નાનીર્મેાટી ચીજવસ્તુએા વેચતા વેપારીએાને પેાલીસરેાડ પારથી આઘા ખસેડતી હતી. જે માનતા નહેાતા ને સામે આનકાની કરતાં હતા તેમને થેાડેા ડંડાનેા સ્વદ પણ પેાલીસવાળા ચખાડતા હતા. રેકડીવાળા કે લારીએાવાળા ખસવાનું નામ ન લે તેા તેમની વસ્તુએા લારીએા પરથી ફેંકીને ઘા કરતા લારીએાવાળાેને ખસવું પડતું. પણ ખસીર્ ખસીને જાય કયાંૠ કારમ કે હવે જગ્યા જ નહેાતી. વચ્ચે રેાડ હતેા અને ફૂટપાથ પર પબ્લિકનેા જમેલેા હતેા. હકડેઠઠ ભીડ જામવા માંડી હતી. બે બાજુના રેાદ ક્રેાસ કરીને પેાલીસે ત્યાંથી આવતાં વાહનેાની અવર્ર જવર અટકાવી દીદ્યી અને બદ્યા વાહનેાવાળાએાને પાછા વળવું પડતું હતું.એાટેા રીક્ષાવાળા અને સ્ટલીયા ભરતાં છકડાવાળાએાની હાલત તેા એકદમ ખરાબ થઈ ગઈ.પેાલીસે રસ્તેાબંદ્ય કરી પેસેન્જરેાને અદ્યવચ્ચે ઉતાર્યા વગર છૂટકેા નહેાતેા. પેસેન્જરેા પછી ભાડું આપવામાં રકઝક કરવા માંડયા.ઘણાં રીક્ષાએાવાળાએ તેા ઘણાં પેસેન્જરેાને અડદ્યાં રસ્તે ઉતારી દીદ્યાં હેાવાથી ભાંડું શાનું મળેૠ કહીને ભાડું જ આપયું નહીં. આથી રીક્ષા ડા્રયવરેા દ્યૂઆંપૂઆં થઈને આ બદ્યેા તમાશેા શાનેા છેૠ તે જેાવા એકબાજુ ઊભા રહ્યાં. તેમાં વળી નવી પરિસ્થિતિ ઊભી થઈ હવે તેા જે રસ્તેા બંદ્ય જેાઈને પાછાં વળતા હતાં તેવા વાહનેાવાળાએાને હવે તેા પાછાં વળવું પણ મુશ્કેલ પડી ગયું. કેમકે ત્યાં હવે ટ્રાફિક જામ થઈ ગયેા હતેા.
પરંતુ આ બદ્યી દ્યમાલ શાની હતીૠર્ દ્યમાલ બદ્યી વડાપ્રદ્યાન વિદ્યાનસભાની ચૂંટણી માટે પેાતાની પાટીર્ના અહીં ઊભા રહેલાં ઉમેદવાર માટે પ્રચાર કરવા આવી રહ્યાં હતાં તેની હતી. આથી જે રેાડ પરથી શાહી સવારીનેા કાફલેા પસાર થવાનેા હતેા તે રેાડ પર પેાલીસ વ્યવસ્થા કરવા માટે આવી હતી પરંતુંા અહીં તેા અવ્યવસ્થા ફેલાઈ ગઈ હતી. ચાર રસ્તા પડતાં હતા તેમાં બે રસ્તાએા બંદ્ય કરવાથી ત્યાં વાહનેાની લાંબી કતાર લાગી ગઈ હતી. વાહનેાવાળાના હેાર્ન પર હેાર્ન વાગતાં હતાં.
અબે હટાના તેરેા કેા સુનઈ નહીં દેતા કયાંૠ સા’બ જગા નહીં હૈ કયા કરુંૠ મેરે સર પે ચઢ જાસા પેાલીસવાળેા એક ખૂણામાં જેમ તેમ કરીને ગેાઠવાયેલાં પાણી પુરીવાળાને દ્યમકાવી રહ્યેા હતેા. અૈસે નહીં માનેગા તું ૠ...તેરેા કેા દંડ હી કરના પડેગા અરે તિવારી જરા એન.સી.પી. બુક લાના તિવારી પણ આવી ગયેા રેાકડી કરવા માટે. ચલ અબે ઢાઈસેા રુપૈયા નિકાલ સા’બ પૈસા તેા એક ભી નહીંદયા કીજીયે સા’બ શામુ કરગરતેા રહ્યેા ને પેાલીસે લારી પર પડેલેા પૈસાનેા દાબડેા ખેાલ્યેા પચાસ સાઈઠ રૂપિયાની પરચૂરણ પડી હતી. તે સાવરી લઈને ખાલી દાબડેા પછાડયેા ચલ અબ યહ પાનીકી મટુકી અૈાર યહ પુરીએાકા કબાટ ઊઠા કે વહા સામને કેામ્પલેક્ષ કે અંદર ચલા જાલારી યહાં હી રહનેદે ના છૂટકે શામુને તેમ કરવું પડયું.
ખાલી પડેલી લારી પર લેાકેા ચડી ગયા ને વડાપ્રદ્યાન ની ગાડી નીકળવાની રાહ જેાવા લાગ્યા. ત્રણ કલાકની દ્યમાલ પછી શાહી સવારી નીકળી. વડાપ્રદ્યાન પેાતાની કારમાંથી હાથ કાઢીને લેાકેાનું અભિવાદન ઝીલી રહ્યાં હતાં.થેાડીવાર પછી બાજુના મેદાનેથી લાઉડસ્પીકરમાંથી વડાપ્રદ્યાનનેા અવાજ સંભળાવા લગ્યેા. શામુનું મેાં જેાવા જેવું થઈ ગયું હતું.હમ વાદા કરતે હૈ કે હમ ગરીબી કેા હટા દેંગે સબકેા હમારી સરકાર આને પર હર એક ઘરમેં સે એક વ્યકિત કેા નૈાકરી દેગે અૈાર બેકારી દૂર કરેંગે. શબકેા રેાજીર્ રેાટી મિલેંગી કિસીકેા ભૂખા નહીં સેાના પડેગા રેાજગારીકી તકેં બઢાયંગે શામુાના કાને આ અવાજની સાથે સાથે તેની પત્નીનું ડૂસ્કું અને ત્રણ માસુમ બાળકેાના રડવાનેા અવાજ અથડાતેા હતેા. કેમકે આજે તેના ઘરનેા ચૂલેા સળગવાનેા નહેાતેા.
ર્ પ્રવિણ કે.શ્રીમાળી

રવિવાર, 3 મે, 2009

ગઝલ જાણે



ગઝલ જાણે
શબ્દ દાહ બની કલમ માં ઊતરી ગઝલ જાણે


કલમ માંથી કાગળ માં ઊતરી ગઝલ જાણે




સ્વપ્ન નગરી માંથી સુંદરી ઊતરી ગઝલ જાણે


આસમાન માંથી અપ્સરા ઊતરી ગઝલ જાણે


શિખરમાંથી ઝરણાંની સેર ઊતરી ગઝલ જાણે


હ્ય્દયમાંથી ભીની લાગણી ઊતરી ગઝલ જાણે


ચકેાર સાથે રમવા ચાંદની ઊતરી ગઝલ જાણે


સિતારા સાથે રમવા વાદળી ઊતરી ગઝલ જાણે


અવનિ પર ઝરમર વર્ષા ઊતરી ગઝલ જાણે


પ્હેાં ફાટતાં પૂર્વમાંથી ઉષા ઊતરી ગઝલ જાણે


માથા પરથી સરકી એાઢણી ઊતરી ગઝલ જાણે


ગેારંભાયેલાં આભમાંથી વીજળી ઊતરી ગઝલ જાણે


પ્રવિણ કે.શ્રીમાળી