
સ્વાર્થ
સ્વાર્થ નો કીડો મનમાં સળવળે છે જયારે ત્યારે ઘરમાં શું, આ દુનિયા આખીમાં 'મહાભારત' ખેલાય છે
લોહી ના એક-એક બુંદે સર્જીએ માળો જયારે, ને પછી પાંખો આવે ને માળો પીખાય છે
ફાટીયાં પાડવાની સ્વાર્થવૃતિ હદ પાર કરે છે જયારે ત્યારે હજારો નિદોષો ગોળીએ વીંધાય છે
અહીં તો રોજ સ્વાર્થ ની હાટડીઓ મંડાય છે જયારે 'પ્રવિણ' વિવ્વાસ કોઈક નો હણાય છે
કુદરત ની રચના માં નથી કંઈ ખૉટ પણ 'પ્રવિણ' જયારે સ્વાર્થ ભળે, ત્યારે દુનિયા બદલાય છે
- પ્રવિણ કે.શ્રીમાળી