
મળી જાય
સૂંકાં વન માં પણ કયાંક જેા લીલું તરણું મળી જાય
સૂનાં રણ માં પણ કયાંક જો મીઠું ઝરણું મળી જાય
મુંરઝાયેલું ફુલ તમારી રાહ જુએ છે હજી
કે કયાંક જો વસંત મળી જાય
કાન સરવાં કરીને બેઠો છું
કે કયાંક જો તમારી ઝાંઝરનેા રણકાર મળી જાય
મળીશું આપણે જરુર
કે કયાંક જો એવો અવસર મળીજાય
આંખો બિછાવીને બેઠયો છું તમારી રાહમાં
કે કયાંક જો તમારો અણસાર મળી જાય
પ્રવિણ કે.શ્રીમાળી