ગુરુવાર, 21 મે, 2009

સ્માઈલ.કોમ -2

કામના ભારે ત્રાસ થી કંટાળેલા આળસુ મગને જિંદગીની સ્વિચ ઓફ કરી દેવાનેા સંકલ્પ કર્યેા. આત્મહત્યા અર્થે તેને નર્મદા ના પુલ ની રેલિંગ ઉપર ચડી ગયેા અને જયાં નદીમાં ઝંપલાવવા નીચે નજર માંડી તેા મગનને ભારે કૌતક દેખાયું એક ઠૂંઠો માણસ નદી કાંઠે ગોળ ગોળ ફરતો હતો. મગને વિચાર્યુ ’ જિંદગી સાવ ફેંકી દેવા જેવી નથી’ અને હળવેકથી રેંલિગ ઉપરથી ઉતરી ગયો. પછી ઠૂંઠા માણસ પાસે જઈને તેનો આભાર માનતા બોલ્યો, હું તો પુલ પરથી ભૂસકો મારીને જિંદગી ટૂંકાવવાનો જ હતો પણ તમને ઠૂંઠા હેાવા છતાં ડાન્સ કરતાં જોઈને મેં વિચાર બદલી નાંખ્યો’ ડાન્સ ?
હું ડાન્સ નહોતો કરતો ઠૂંઠો માણસ બોલ્યો, "નાલાયક ખંજવાળ આવે છે અને ખંજવાળી શકતો નથી."

☺☻☺☻☺

મદ્ય દરિયે કેપ્ટન મગનના વેપારી જહાજને ચાંચિયા ના જહાજે ઘેરેા નાંખ્યો મગન છાતી કાઢીને મેદાનમાં ઉતરી પડયો. તેના નૌકર પાસે લાલ ટી શર્ટ મંગાવ્યું. કેપ્ટને તે પહેરીને ચાંચિયાઓની બરાબરની દ્યોલાઈ કરી દીદ્યી.
બીજા દિવસે કેપ્ટન મગનના વહાણને ચાંચિયઓ ઘેરી લીદ્યું. મગને નૌકર પાસે લાલ ટી શર્ટ માંગ્યું અને તે પહેરીને બદ્યા ચાંચિયાઓની દ્યેાલાઈ કરી દીદ્યી.લડાઈ પત્યા પછી નૌકરે પૂંછયું કેપ્ટન તમે હમેંશાં લાલ ટી શર્ટ પહેરીને જ કેમ લડાઈ કરો છે? કેપ્ટને જવાબ આપ્યો કારણ કે હું ઘાયલ થયો હોઈ છતાં દુશ્મનોને લોહી દેખાતું નથી તેથી તેઓનો ઉત્સાહ તૂટી જાય છે. પછીના દિવસે ચાંચિયઓ નાં છ વહાણે મગનના વહાણને ઘેરો ઘા્લ્યો. નૌકર તાત્કાલિક લાલ ટી શર્ટ લઈને હાજર થયો, "એને ખાડા માં નાખ કેપ્ટન બોલ્યો ’ ‘મને મારું ભૂખરું પેન્ટ આપ’


☺☻☺☻☺
એક મહાશય સંગીત જલ્સામાં ગાઈ રહ્યાં હતા, " તેરે પ્યારમેં સારા આલ્મબસ અહીં સુદ્યી સંભળાવતાં જ તેના દાંતનું ચોકઠું બહાર નીકળી જતું હતું. ચોકઠું ફરીથી ફિટ કરીને મહાશય ફરીથી ગાવાનું ચાલુ કરે. આવું ચાર પાંચ વખત થયું. એવામાં શ્રોતાઓમાંથી એક આવાજ આવ્યો, ‘અબે કેસેટ જ બદલતો રહીશ કે આગળ પણ સંભળાવીશ ? ‘


☺☻☺☻☺

ટિપ્પણીઓ નથી: