શુક્રવાર, 5 જૂન, 2009

પપ્પા, મારે મૂડો કરાવવો છે !!

પપ્પા, મારે મૂડો કરાવવો છે !!

‘કેટલીવાર સુદ્યી છાપું વાંચતાં રહેશો ? જરા અહીં આવો અને તમારી લાડકી દીકરીને ખાવા માટે સમજાવો’ મારી પત્નીએ બૂમ પાડી.

મેં છાપું ટેબલ પર મૂકયું. મા - ર્દીકરી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ બંદ્ય કરવા હું ડાઈનિંગ ટેબલની પાસે પહોંચ્યો. ભયથી દ્ય્રૂજી રહેલી દીકરી સિંદ્યુ ડાઈનિંગ ટેબલની ખુરશી પર બેઠી હતી. એની આંખમાં આંસુ વહેતાં હતાં. કારણ હતા તેની સામે રાખેલો દહીં - ભાતથી ભરેલો વાડકો.
સિંદ્યું એક વહાલી અને પ્રેમાળ દીકરી છે અને પોતાની ઉંમરનાં બાળકો કરતાં ઘણી સમજદાર પણ છે. એ આઠ વર્ષની છે અને ખાવામાં દહી - ભાત તેને બિલકુલ પસંદ નથી. આ બાજુ મારી પત્નીને ‘દહીં - ભાત થી કોઠો ટાઢો રહે એ વાતે એટલી મકકમ છે કે ઉનાળાના દિવસોમાં એ સિંદ્યુને દહી - ભાત ખાવા ખૂબ જ દબાણ કરતી રહે છે.
મેં ખોંખારો ખાદ્યો અને વાડકો હાથમાં લેતાં કહ્યું ‘સિંદ્યુ બેટા તું જલ્દીથી પાંચ - છ ચમચી દહી - ભાત ખાઈ કેમ નથી લેતી ? કોઈના નહીં તો પપ્પાને ખાતર તો ખાઈ લે, જો તું આ ખલાસ નહીં કરે તો તારી મમ્મી મારા પર ગુસ્સો કરશે.’
સિંદ્યુ થોડી નરમ પડી અન પોતાના હાથોથી પોતાનાં આંસુ લૂછતાં બોલી ’ઠીક છે પપ્પા હું પાંચ - છ ચમચી નહીં વાડકામાં રાખેલાં બદ્યા દહી - ભાત ખાઈ જઈશ પરંતુ તમારે’ થોડું ખચકાતાં એણે કહેવાનું ચાલુ રાખ્યું, પપ્પા જો હું બદ્યા દહી - ભાત ખાઈ લઉં તો તમે મને હું જે માગું તે આપશો ?‘ હા બિલકુલ’
‘પ્રોમિસ’
‘પ્રોમિસ’. મેં કહ્યું.
મમ્મીને પણ પ્રોમિસ આપવાનું કહો’ એણે ભાર આપતાં કહ્યું.પત્નીએ લાપરવાહીથી કહ્યું હા, પ્રોમિસ. પરંતુ હું થોડો ગભરાતો હતો કે કદાચ એ એવું કશું ન માંગી લે જે મારા ખિસ્સાંને ભારે પડે અને હું મુશ્કેલીમાં પડી જાઉં. આથી મારી પરિસ્થિતિની ચોખવટ કરતાં મેં કહ્યું ‘સિંદ્યુ બેટા તું કોમ્પ્યુટર કે એવી કોઈ મોંઘી ચીજની માંગણી નહીં કરતી. પપ્પાની પાસે અત્યારે એટલ પૈસા નથી ઠીક છે ?’ ‘નહીં પપ્પા. મને કોઈ મોંઘી ચીજ નથી જોઈતી.’ એનો જવાબ સાંભળી મને રાહતનો અનુભવ થયો. એણે ખૂબ તકલીફથી કચવાતા મને દ્યીરે દ્યીરે બદ્યાં દહીં - ભાત ખાઈ લીદ્યાં
મને એનો ચહેરો જોઈ મારી પત્ની પર ગુસ્સો પણ આવતો હતો કે એ છોકરી પર અન્યાય થઈ રહ્યો છે. એને જબરદસ્તી એ ખાવું પડે છે જે એને બિલકુલ ભાવતું નથી. પોતાની કઠોર પરીક્ષામાં પાસ થયા બાદ તે આશાભરી આંખો સાથે મારી પાસે આવીને ઊભી રહી ગઈઃ ‘હા હવે કહે તને શું જોઈએ છે ?’ મેં પૂછયું. ‘પપ્પા મારે આ રવિવારે ટકો - મૂંડો કરાવવો છે.’ પાગલ છોકરી.’ મારી પત્નીએ ચીસ પાડી ’તું તારું માથું મૂંડાવવા માગે છે ?’
‘બિલકુલ નહીં. આ બદ્યી ટીવીની અસર છે. ટીવી પ્રોગ્રામ્સોએ છોકરાઓનાં મગજ ખરાબ કરી દીદ્યાં છે.’ મારી પત્નીની બૂમાબૂમ ચાલુ રહી. મેં તેને શાંત રહેવા માટે ઈશારો કર્યો. પછી પૂછયું ‘બેટા, તું બીજું કેમ નથી માગતી ? જાણે છે તારા વાળ વગરના માથાને જોઈ અમને કેટલું દુઃખ થશે ? '

‘ નહી પપ્પા મને બીજુ કશુ નથી જોઈતું સિંદ્યુ પોતાની જીદ પર અડી રહી. ‘ તું મારી વાત સમજતી કેમ નથી ?’ મેં એને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. ‘પપ્પા, તમે જોયુંને કે મેં કેટલી મુશ્કેલીથી દહી - ભાત ખાદ્યાં.’હવે સિંદ્યુની આંખમાં આંસુ આવી ગયાં. ‘તમે તો મને પ્રોમિસ કર્યુ હતું કે તું જે માગશે તે આપીશ અને હવે તમે તમારી વાતમાંથી ફરી રહ્યાં છો. તમે તો મને હંમેશાં કહો છો કે પ્રોમિશ પૂરું કરવું જોઈએ.’ ‘ઠીક છે.’ મેં કહ્યું. ‘તમે પણ શું નાની છોકરીની વાતમાં આવી ગયા.’ મારી પત્નીએ વાયદો તોડવાની કોશિશ કરતા કહ્યું.

હવે મેં એને સમજાવતાં કહ્યું ‘જો આપણે પ્રોમિસ નહીં પાળશું તો એને આપણી શીખવેલી વાતોની દરકાર નહી થાય એટલે એની વાત તો માનવી જ પડશે.’
રવિવારે એને લઈને હું ‘હેરસલૂન’માં પહોંચ્યોં અને એના નરમ મુલાયમ રેશમી વાળ કપાવી દીદ્યા.ટકો કરાવ્યા બાદ તેનો ગોળ ચહેરો અને આંખો વદ્યારે મોટી લાગવાથી તે વદ્યારે સુંદર લાગતી હતી.
પરંતુ મારી પત્ની તેના પર ખૂબ ગુસ્સે હતી. એ આખો દિવસ તેણે સિંદ્યુ સાથે વાત ન કરી. એટલે સુદ્યી કે સોમવારે એને સ્કૂલમાં જવા માટૈ તૈયાર પણ ન કરી. આખરે મારે જ તેને સ્કૂલમાં જવા માટે તૈયાર કરવી પડી ટિફિન પણ તૈયાર કરવું પડયું અને સ્કૂલમાં મૂકવા પણ હું જ ગયો. મારે માટે તો વાળ વગરની દીકરીને તેના કલાસ રુમ સુદ્યી જતી જોવાનો અનુભવ ખૂબ રોમાંચક હતો.

સ્કુલના ગ્રાઉન્ડમાં પહોંચ્યા પછી એણે પાછળ જોઈ મારી સામે હાથ હલાવ્યો.

ઠીક એજ સમયે સિંદ્યુની જ ઉંમરનો એક છોકરો કારમાંથી ઊતર્યો અને તેણે બૂમ પાડી ‘સિંદ્યુજા ઊભી રહે હું પણ આવું છું.’ મને એ છોકરાંની એક વાત ખૂબ નિરાળી લાગી કારણ કે તેના માથા પર પણ વાળ ન હતા.મને લાગ્યું કદાચ પોતાના આ મિત્રને જોઈ મારી દીકરી સિંદ્યુએ પણ ટકો કરાવ્યો હશે. ત્યારે એ જ કારમાંથી એક મહિલા ઊતરી અને મારી નજીક આવીને બોલી ’સર તમારી દીકરીનું દિલ ખરેખર ખૂબ જ મોટું છે જે છોકરો તમારી દીકરી સાથે કલાસ રુમમાં જઈ રહ્યો છે તે મારો દીકરો હરીશ છે તેને ‘લ્યુકેમિયા’(કેન્સર)છે.’ ભીના સાદે તેણે કહ્યું. ‘હરીશ છેલ્લા એક મહિનાથી સ્કૂલમાં નહોતો આવતો. કિમોથેરેપીના કારણે તેના બદ્યા વાળ ઊતરી ગયા છે. કલાસના છોકરા તેની મજાક ઉડાવશે તે બીકે તે સ્કૂલમાં આવવાથી ડરી રહ્યો હતો. ગયા અઠવાડિયે સિંદ્યુજા એની મમ્મી સાથે અમારે ઘરે આવી હતી. તેણે હરીશને પ્રોમિસ કર્યું હતું કે એ સોમવારે સ્કૂલમાં આવે અને એ ને કોઈ હેરાન નહીં કરે. મેં સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે મારા દીકરાને માટે તે પોતાના સુંદર વાળનું બલિદાન કરી દેશે તમે ખૂબ ભાગ્યશાળી છો કે ભગવાને તમને અને તમારી પત્નીને આવું પ્રમાળ હ્ય્દય દ્યરાવતી દીકરી આપી.’ હું જયાં ઊભો હતો ત્યાં જ સ્તબ્દ્ય થઈ ગયો.મારી આંખમાં થી આંસુ વહેવાં લાગ્યાં.

મારી નાનકડી પરીએ આજે મને શીખવાડયું કે દુનિયામાં ખુશી એમને નથી મળતી જે પોતાની શરતો પર જિંદગી જીવે છે, પરંતુ તેને મળે છે જે બીજાનાં સુખની ખાતર પોતાની જિંદગીની શરતો બદલી નાખે છે.

( ‘અહા!જિંદગી ‘ ના સપ્ટેમ્બરર્ ૨૦૦૭ નાં અંક માંથી સાભાર )

ટિપ્પણીઓ નથી: